ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી નવી સરકારી પ્રાથમિક શાળા મંજુર થઈ

- text


ટંકારા : દિન-પ્રતિદિન સરકારી પ્રાથમિક શાળાઓ ઘટતી જાય છે અને ખાનગી શાળા વધતી જાય છે ત્યારે લોકોના પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત એવા ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પ્રયત્નોથી ટંકારા તાલુકા દ્વારકાધીશ(વાંક) વિસ્તારમાં પ્રાથમિક શાળાને મંજૂરી મળી છે.

- text

દ્વારકાધીશ(વાંક) વિસ્તારમાં આવેલા સરકારી આવાસ યોજનાના મકાનોમાં રહેતા રહીશોના 125 જેટલા બાળકોને ત્રણ કિલોમીટર દૂર આવેલી ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જવું પડતું હોય છે. આ બાબત દુર્લભજીભાઈ દેથરીયાના ધ્યાને આવતા નિયત નમૂનામાં દરખાસ્ત તૈયાર કરાવવામાં આવી હતી. જિલ્લા અને તાલુકાના પ્રાથમિક શિક્ષણના અધિકારીઓએ સ્થળ તપાસ વગેરે કરી, દરખાસ્ત ચેનલ મારફત પ્રાથમિક નિયામક કચેરી ગાંધીનગર ખાતે પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની પ્રત્યક્ષ પરોક્ષ મુલાકાત લઈ વારંવાર ફોલો અપ લઈ, ખૂટતી બાબતોની પુરતતા કરાવી ટંકારાના દ્વારિકાધીશ(વાંક) વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો માટે નવી શાળા મંજુર કરાવી છે. ત્યારે આ દરમ્યાન દ્વારકાધીશ(વાંક) વિસ્તારના વાલીઓએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ શિક્ષણના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, માનવ જીવનમાં શિક્ષણની ખુબ જ આવશ્યકતા છે. સુખી સમૃદ્ધ જીવન જીવવા માટે શિક્ષણ ખુબજ ઉપયોગી છે. અને એ શિક્ષણની શરૂઆત પ્રાથમિક શિક્ષણથી થતી હોય છે.

- text