મોરબી એસટીને તહેવારો ફળ્યા, 31.73 લાખની આવક

- text


50થી વધુ લોકોના ગ્રુપ બુકીંગ માટે વિશેષ સુવિધા

મોરબી : શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોની મોસમ આવતા જ મોરબી એસટી ડેપોની આવકમાં જોરદાર વધારો થયો છે. મોરબી એસટી ડેપોને સામાન્ય રીતે દૈનિક 3.5 લાખ જેટલી આવક થતી હોય છે પરંતુ છેલ્લા એક જ સપ્તાહમાં એસટી ડેપોને 31.73 લાખની આવક થઇ છે. સાથે જ મોરબી એસટી ડેપો દ્વારા જન્માષ્ટમી તહેવારોમાં મોરબીથી અનેક રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડાવવા પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

મોરબી એસટી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યું હતું કે, રૂટિન દિવસોમાં દરરોજની 3.5 લાખ જેવી આવક થાય છે પરંતુ રક્ષાબંધન દિવસે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનુ સંચાલન કરીને દરરોજ 5 લાખથી વધુની આવક થવા પામી હતી જેમાં ગત શનિવારે 5.31 લાખ, રવિવારે 5.33 લાખ, સોમવારે 5.50 લાખ, મંગળવારે 5.86 લાખ, બુધવારે 5.13 લાખ અને ગુરુવારે 4.56 લાખ મળી છ દિવસના 31.73 લાખની આવક થવા પામી હતી.

- text

વધુમાં મોરબીની મુલાકાતે આવેલ રાજકોટ ડિવિઝન કંટ્રોલર કરોતરાએ જણાવ્યું હતું કે સાતમ આઠમના તહેવારોમાં લોકોની ભીડને પહોંચી વળવા ગઈ કાલે જ તમામ ડેપો મેનજરો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને જ્યાં જરૂર હશે ત્યાં વધારાની બસો મુકવામાં આવશે જેમાં મોરબીથી રાજકોટ, જામનગર, દાહોદ અને અમદાવાદ તરફના ટ્રાફિકને પહોંચી વળવા એક્સ્ટ્રા બસો દોડાવશે, જેમાં 50 લોકોનું ગ્રુપ બુકિંગ કરાવશે તો મુસાફરોની સુગમતા માટે બસને ત્યાં પણ મોકલવામાં આવશે.

- text