મોરબી જિલ્લામાં આજથી છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

- text


મોરબી : છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને મોરબી જિલ્લાવાસીઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયાના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આજથી એટલે કે 24 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે 24 ઓગસ્ટે મોરબી જિલ્લામાં સરેરાશ 45 મીમી, 25 ઓગસ્ટે 60 મીમી, 26 ઓગસ્ટે 75 મીમી, 27 ઓગસ્ટે 120 મીમી અને 28 ઓગસ્ટે 80 મીમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે 24 અને 25 ઓગસ્ટે છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદ અને 26 થી 28 ઓગસ્ટ છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

- text

- text