મોરબીના ટીંબડી પાટીયે ઓફિસમા જુગારધામ પકડાયું

- text


રફાળેશ્વર અને ઝીંઝુડા ગામે પણ તાલુકા પોલીસના જુગાર દરોડા

મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબીના ટીંબડી પાટીયે ઓફિસમાં ધમધમતું જુગારધામ પકડી પાડી અન્ય બે દરોડામાં રફાળેશ્વર અને ઝીંઝુડા ગામે જાહેરમાં જુગાર રમતા જુગારીઓ ઉપર ધોસ બોલાવી કુલ 13 જુગારીઓને પકડી પાડી લાખો રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં પોલીસે મોરબીના ટીંબડી પાટીયે પાટીદાર ટાઉનશિપ પાછળ આરોપી અરવિંદ ભગવાનજીભાઈ પટેલની કન્ટ્રક્શનની ઓફિસમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ઓફિસમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઇ ભગવાનજીભાઇ બાવરવા અમીતસિંહ જીતુભા સોલંકી, તરૂણભાઇ કરમશીભાઇ મેરજા, ધમેન્દ્રભાઇ રમેશભાઇ મેવાડા અને હીતેષભાઇ દુલર્ભજીભાઇ પટેલ રોકડા રૂપિયા 1,53,800 સાથે જુગાર રમતા મળી આવતા પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામની સીમમાં આવેલ રફાળેશ્વર મચ્છોનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ માવજીભાઇ મકવાણા, કિશનભાઇ ચંદુભાઇ હળવદીયા, દિલીપભાઇ સુખાભાઇ ચાડમીયા, પ્રફુલભાઇ માનસીંગભાઇ કુંઢીયા અને દિનેશભાઇ કરશનભાઇ મકવાણાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6100 કબ્જે કર્યા હતા.

- text

જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે ઝીંઝુડા ગામે દરોડો પાડી આરોપી જયંતીભાઇ મઘાભાઇ રાઠોડ, હસમુખભાઇ જયંતીભાઇ રાઠોડ અને દીનેશભાઇ ઉર્ફે કારો ઉર્ફે દરબાર ચતુરભાઇ રાઠોડને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી

- text