ટંકારાના દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના દેવળીયા ગામની સીમમાં રમણિકભાઈ બેચરભાઈ ઘોડાસરાની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી (૦૧) વિજયભાઇ સવશીભાઇ રાઠોડ (૦૨) કમલેશભાઇ વીરજીભાઇ ગરસોંદીયા (૦૩) મગનભાઇ વાલજીભાઇ નારીયાણા (૦૪) ભાવેશભાઇ મનસુખભાઇ રાજપરા અને (૫) રમેશભાઇ વાઘજીભાઇ સીણોજીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૫૧,૨૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text