- text
મોરબી : મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારના પીજીવીસીએલ બાબતના નીતિ વિષયક કે અન્ય પ્રશ્નો સમસ્યાઓના નિરાકરણ માટે તા. 30-8-2024 શુક્રવારના રોજ પીજીવીસીએલના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મીટીંગમાં આપના વિસ્તારમાં ધ્યાનમાં આવતા આવા કોઈ પ્રશ્નો હોય તો તા. 28-8-2024 પહેલાં કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય, કાર્યાલય, ઉમા ટાઉનશીપ પર પહોંચાડવાના રહેશે. જેથી સમસ્યાઓનો નિશ્ચિત સમયમાં ઉકેલ આવી શકે.
- text
- text