- text
મોરબી : કૃષ્ણ જન્મ ઉત્સવની મોરબીમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 26-8-2024ના રોજ મોરબીના રેલવે સ્ટેશન રોડ પરના જડેશ્વર મંદિરેથી સવારે 8 કલાકે શોભાયાત્રા નીકળશે. જે સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક રવાપર રોડ ચોક, ચકીયા હનુમાન, ગાંધી ચોક, શાક માર્કેટ ચોક, અને નેરુગેટ ચોક ગ્રીન ચોકથી દરબાર ગઢ આવી રીતે મોરબીના રાજમાર્ગો ઉપર થઈ શોભાયાત્રા નીકળશે.
આ દરમ્યાન આ સ્થળો પર આપણી હિંદુ સંસ્કૃતિ મુજબ કૃષ્ણ જન્મ ઉત્સવની શોભાયાત્રા પસાર થશે. ઠેર-ઠેર મટકી ફોડના કાર્યક્રમ થશે. આ શોભાયાત્રામાં મોરબી સનાતની હિન્દુ ભાઈઓ બહેનોને કૃષ્ણ જન્મ ઉત્સવમાં અને શોભાયાત્રમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયું છે. તેમજ દર વર્ષેની જેમ આ વર્ષે પણ બજાર લાઈનમાં કંસારા સમાજઅને એસએસ ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લેવા ભાઈઓ બહેનોને આમંત્રણ છે.
- text
- text