મોરબીમાં આજથી 3 દિવસનું મીની વેકેશન

- text


કલેકટર કચેરી, જિલ્લા-તાલુકા પંચાયત, નગર પાલિકા, બેંકોમાં સોમવાર સુધી રજા : મંદીના કારણે ફરવા જવામાં 20 ટકા નો કાપ

મોરબી : સીરામીક નગરી મોરબીમાં દિવાળી અને જન્માષ્ટમીના તહેવારો આવતા જ લોકો ગીર-સોમનાથ, દીવથી લઈ રાજસ્થાન અને સાધન સંપન્ન લોકો વિદેશ પ્રવાસે ઉપડી જતા હોય છે પરંતુ હાલમાં મંદીનો સામનો કરી રહેલા મોરબીમાં આ વર્ષે ટુરિઝમ બજેટમાં 20 ટકા જેટલો કાપ મુકાયો હોવાનું ટુર્સ ઓપરેટરો જણાવી રહ્યા છે, બીજી તરફ આજથી જન્માષ્ટમી તહેવારની શૃંખલા શરૂ થતા જ મોરબીમાં 3 દિવસના મીની વેકેશનના માહોલમાં સરકારી કચેરીઓ અને બેંકોમાં રજાનો માહોલ જોવા મળશે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગની સાથે મોરબીમાં ઘડિયાળ, પોલીપેક અને પેપરમીલ ઉદ્યોગને કારણે લોકો આર્થિક સમૃદ્ધ હોય દરેક તહેવારોમાં નજીક અથવા દૂર ઉપરાંત સાધન સંપન્ન લોકોમાં વિદેશ જવાનો વિશેષ ક્રેઝ જોવા મળે છે. મોરબી હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના સંચાલક કૌશિક બારૈયા કહે છે કે આ વખતે સીરામીક ઉદ્યોગમાં મંદીના કારણે ફરવાના શોખીન લોકોમાં ગત વર્ષ જેવો ઉત્સાહ જોવા મળતો નથી અને ટુરિઝમ બજેટમાં 20 ટકા જેવો કાપ જોવા મળે છે. મોરબીમાં જમાષ્ટમીના મીની વેકેશનમાં ટુરિઝમનું અંદાજે 3 થી 3.5 કરોડ જેવું માર્કેટ હોવાનું તેઓએ ઉમેરી જણાવ્યું હતું કે આ વર્ષે ધંધો ઘટી ને 2.5 થી 3 કરોડ જેવું થઇ ગયું છે.

- text

વધુમાં કૌશિક બારૈયાએ ઉમેર્યું હતું કે, જન્માષ્ટમીના મીની વેકેશનમાં લોકો 3 દિવસ ફરવા માટે ગુજરાતમાં જૂનાગઢ, દીવ, સોમનાથ, દ્વારકા તેમજ સાપુતારા, અંબાજી, કચ્છ સહિતના વધુ પસંદ કરે છે. આ ઉપરાંત રાજેસ્થાનમાં પણ ફરવા જવાનો પણ વધુ ક્રેઝ જોવા મળે છે. સાથે જ મોરબીના 40 ટકા લોકો ગુજરાતમાં, 40 ટકા રાજસ્થાન અને અન્ય જગ્યા તેમજ 20 ટકા લોકો વિદેશમાં ફરવાનું આયોજન કર્યું છે, વિદેશોમાં ખાસ કરીને થાઈલેન્ડ, દુબઇ, સીંગાપોર, મલેસીયા, બાલી સહિતના દેશોની પસંદગી વધારે છે. દરમિયાન જથી જન્માષ્ટમી તહેવારની શૃંખલા શરૂ થતા જ મોરબીમાં 3 દિવસના મીની વેકેશનના માહોલમાં સરકારી કચેરીઓ અને બેંકોમાં રજાનો માહોલ જોવા મળશે.

- text