મોરબીના વિશિપરા, ત્રાજપર અને મહેન્દ્રનગરમા 4 મહિલા સહિત 14 જુગારી પકડાયા 

- text


મોરબી સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જુગરીઓ ઉપર સતત કાર્યવાહી ચાલુ રાખી વિશિપરા, ત્રાજપર અને મહેન્દ્રનગરમા અલગ અલગ ત્રણ દરોડામાં 4 મહિલા સહિત 14 જુગારીઓને પકડી પાડયા હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા આવેલ વિજયનગરમા દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રફીકભાઇ નુરમામદભાઇ જામ, મનોજભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ ઉર્ફે વિપુલભાઇ કલાભાઇ ચૌહાણ અને ઇકબાલભાઇ અબુભાઇ સુમરાને રોકડા રૂપિયા 10,620 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં પોલીસે ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જગદીશભાઇ ઉર્ફે જયેશ આમદાભાઇ આલ, અંજનાબેન ઉર્ફે અંજુ હસુભાઇ રામાનુજ, જયશ્રીબેન દીલીપભાઇ સારલા, ખાતીજાબેન અબ્બાસભાઇ ભટ્ટી અને રેખાબેન દેવશીભાઇ સુરેલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,100 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text