બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચાર મુદ્દે પોસ્ટ વિભાગના કર્મીઓએ નોંધાવ્યો વિરોધ

- text


પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો

મોરબી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચાર અને પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની જે ઘટના બની છે તેના વિરોધમાં આજે ભારતીય મજદૂર સંઘ ગુજરાત સર્કલના આદેશ મુજબ મોરબી એમડીજીની બહાર પોસ્ટ વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. આજે બપોરે 3-35 વાગ્યે પોસ્ટમેન, એમટીએસ તથા સ્ટાફ મિત્રોએ સમૂહમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ઘટનાઓને વખોડી હતી.

- text

આ અંગે ભારતીય મજદૂર સંઘ પોસ્ટ પી-4 ગુજરાત સર્કલના સર્કલ સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની જે ઘટના બની છે તેના વિરોધમાં આજે અમે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે.

- text