વાંકાનેર, હળવદ, માળિયા મિયાણા અને ટંકારા નગરપાલિકા માટે રોટેશન જાહેર

- text


મોરબી : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની 150 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર, હળવદ, માળિયા મિયાણા અને ટંકારા માટે પણ રોટેશન જાહેર થયું છે.

- text

રાજયની કુલ 150 નગરપાલિકાનું રોટેશન લિસ્ટ ડેપ્યુટી સેક્રેટરી મનીષ સી. શાહ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર નગરપાલિકા પ્રમુખ પદ માટે OBC (મહિલા), હળવદ નગરપાલિકા પ્રમુખ પદ માટે મહિલા, માળીયા મિયાણા નગરપાલિકા પ્રમુખ પદ માટે OBC અને ટંકારા નગરપાલિકા પ્રમુખ પદ માટે OBC જાહેર કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે દિવાળીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે.

- text