મોરબીનું યુવાધન ઉડે તે પહેલાં જ 7.96 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી લેતી પોલીસ

- text


એસઓજી ટીમે હળવદ નજીકથી મોરબીના બે નામચીનને ઝડપી લીધા

મોરબી : ઉડતા પંજાબની જેમ મોરબીના યુવાધનને બરબાદ કરવા બે શખ્સો નશીલો મેફેડ્રોનનો જથ્થો મોરબીમા ઘુસાડે તે પૂર્વે જ એસઓજી ટીમે અમદાવાદ – માળીયા હાઇવે ઉપર હળવદ નજીકથી મોરબીના બે નામચીન શખ્સોને 7.96 લાખના મેફેડ્રોન સાથે ઝડપી લઈ 13લાખથી વધુનો કુલ મુદામાલ કબ્જે કર્યો હતો.

અમદાવાદ-મોરબી હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામેથી મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે આરોપી કલ્પેશભાઇ મધુભાઇ નિમાવત રહે.મોરબી ખત્રીવાડ શેરી નં.6 તથા અહેમદ દાઉદભાઇ સુમરા રહે.ગુલાબનગર, વીસીપરા મોરબી વાળાને મારૂતી બ્રેજા કાર નંબર GJ-36-AC-4325 વાળીમાં 79.68 ગ્રામ મેફેડ્રોન પાવડર કિમત રૂપિયા 7,96,800 સાથે ઝડપી લીધા હતા.

વધુમાં બન્ને આરોપીઓ મેફેડ્રોનનો આ જથ્થો અમદાવાદથી લાવી મોરબી તરફ જતા હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે આ સફળ કામગીરી કરી હતી. નોંધનીય છે કે, આરોપી કલ્પેશ ઉર્ફે લાલો અનેક ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતો હોવાનું સામે આવ્યું છે.

- text

હાલ પોલીસે કલ્પેશભાઇ ઉર્ફે લાલો મધુભાઇ નિમાવત અને આરોપી અહેમદ દાઉદભાઈ સુમરાને મેફેડ્રોન ડ્રગ્સ, રોકડા રૂપીયા 41 હજાર, 3 -મોબાઇલ ફોન કિંમત રૂપિયા 11 હજાર તેમજ 5 લાખની મારૂતી બ્રેઝા કાર સહિત 13,48,800નો મુદ્દામાલ કબ્જે કરી નાર્કોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text