મહિલાઓની સુરક્ષા વધારવા મહિલા અધિકાર મંચ દ્વારા મોરબી કલેક્ટરને આવેદન

- text


પશ્ચિમ બંગાળ જેવી ઘટના ગુજરાતમાં ન બને તે માટે કરાઈ રજૂઆત

મોરબી : પશ્ચિમ બંગાળના કલકત્તામાં આર.જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવામાં આવી છે જેના વિરોધમાં અને ગુજરાતમાં આવી ઘટનાઓ ન બને તે માટે 22 ઓગસ્ટે મોરબીમાં મહિલા અધિકાર મંચ દ્વારા મોરબી કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

મહિલા અધિકાર મંચ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે, નોકરીના સ્થળે મહિલા કર્મચારીઓ પર તેમના ઉપરી સહકર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. ત્યારે આવી ઘટનાઓ બનતી રોકવા તેમજ મહિલા કર્મચારીઓ નોકરીના સ્થળે પોતાને સુરક્ષિત મહેસુસ કરે તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી. ગુજરાતની દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં અને અધિકારીઓની ચેમ્બરમાં તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતા મહિલા કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર કર્મચારી અને અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવા તેમજ ફોજદારી ગુનો દાખલ કરવા તમામ વિભાગોના વડાને આદેશ કરવામાં આવે, નોકરીના સ્થળે મહિલાઓને અપાતા માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદોની તપાસનો અહેવાલ સીધો મુખ્યમંત્રીને મોકલવામાં આવે, નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. આ આવેદનપત્ર પાઠવતી વખતે મહિલા અધિકાર મંચના સેક્રેટરી એડવોકેટ કલ્પનાબેન એમ. ચૌહાણ, એડવોકેટ જ્યોત્સનાબેન કે. ચૌહાણ તેમજ પૂનમબેન કે. પરમાર હાજર રહ્યા હતા.

- text