મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ

- text


ઉધારમાં સળિયા લીધા બાદ તેનો ૨.૫૮ લાખનો ચેક પરત ફર્યો હતો, બમણી રકમનો દંડ ભરવાનો પણ આદેશ

મોરબી : મોરબીના લાતી પ્લોટના વેપારી પાસેથી ઉધારમાં માલની ખરીદી કર્યા બાદ તેનો રૂ.૨.૫૮ લાખનો ચેક પરત ફરતા આ મામલે કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે બમણી રકમનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.

મોરબીના લાતી પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એમ.રાજ એન્ટરાપ્રાઈઝના પ્રોપરાઈટર મોઈઝભાઈ અકબરઅલીભાઈ લોખંડવાલા પાસેથી મહેન્દ્રપરા મેઈન રોડ ખાતે રહેતા અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયાએ ઉધારમાં ટીએમટી લોખંડના સળીયાની ખરીદ કરેલ માલની રકમ રૂા. ૨,૫૮,૪૧૦ ચૂકવવા ચેક આપેલ હતો. જે ચેક રીટર્ન થતા, ફરીયાદી મોઈઝભાઈ લોખંડવાલાએ તેમના એડવોકેટ મારફત ચેક પરત ફર્યાની અને ચેકની રકમ વસુલ આપવા અંગેની નોટીસ આપવા છતા, આરોપી અલ્તાફ અબ્દુલભાઈ ઓડીયાએ, ફરીયાદીને નિયત સમયમાં ચેકની રકમ ન ચૂકવતા, ફરીયાદીએ, આરોપી અલ્તાક અબ્દુલભાઈ ઓડીયા સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ નાં. ૧૬૨૩/૨૦૨૦ થી દાખલ કરેલ હતો.

- text

આ કેસ મોરબીના મહે. એડિ. ચીફ જયુડી. મેજી. ડી.કે. ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી જતા, અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ રૂા. ૨,૫૮,૪૧૦ની બમણી રકમ રૂા. ૫,૧૬,૮૨૦નો દંડ તથા દંડની રકમમાંથી, ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વાર્ષિક વ્યાજ સહિતની રકમ ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી વતી એડવોકેટ ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીઆ તથા રવિભાઈ કિશોરભાઈ કારીયા રોકાયેલ હતા.

- text