નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

- text


મોરબી : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ જયનાદ સાથે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસને ગોકુળની જેમ સજાવ્યું હતું. બાલવાટિકાથી કોલેજ સુધીનાં બાળકોએ શ્રી કૃષ્ણ, બલરામ અને રાધાના વેશમાં આકર્ષણ જમાવ્યું હતું. બાલગોપાલને ટોપલામાં મૂકી વસુદેવ સાથે બધાં શોભાયાત્રામાં જોડાયાં. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી. મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર રાસ રજૂ કરવામાં આવ્યા હતા. બાળ કૃષણ સાથે જોડાયેલ ગોપુરમ- કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ યોજાયા હતા. કૃષ્ણને પ્રિય એવી ગાય અને વાછરડાનું પૂજન આજના દિવસે કરવામાં આવ્યું હતું.

સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text