એસપી રોડ ઉપર આંટાફેરા કરતા 3 શંકાસ્પદોને સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યા

- text


મોરબી : મોરબીના એસપી રોડ ઉપર આંટાફેરા કરતા ત્રણ શંકાસ્પદ શખ્સોને સ્થાનિકોએ પકડી પાડી પોલીસને સોંપ્યા છે. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એસપી રોડ ઉપર છેલ્લા 2 દિવસથી બીજા રાજ્યના 3 શખ્સો આંટાફેરા કરતા હતા. જેથી સ્થાનિકોને શંકા ઉપજી હતી કે આ લોકો જન્માષ્ટમીની રજાઓમાં ચોરી કરવા માટે રેકી કરી રહ્યા છે. જેને પગલે સ્થાનિકોએ આ ત્રણેય શખ્સને પકડી પોલીસને સોંપી દીધા છે.

- text

આ ઘટના અંગે એ ડિવિઝન પીઆઇએ જણાવ્યું હતું કે આ શખ્સો શંકાસ્પદ લાગે છે. હાલ તપાસ ચાલુ છે. વધુમાં તેઓએ અપીલ પણ કરી હતી કે આવા કોઈ પણ શંકાસ્પદ શખ્સ સોસાયટી કે શેરીમાં આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

- text