સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,058 અને ચાંદીમાં રૂ.3,675નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.243 લપસ્યુ

- text


કોટન-ખાંડીના વાયદામાં રૂ.340ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,36,900 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,32,302 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.39 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,00,55,864 સોદાઓમાં કુલ રૂ.8,69,242.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,36,900.90 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,32,302.92 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,06,474 સોદાઓમાં રૂ.91,560.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.70,303ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,272 અને નીચામાં રૂ.70,279ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,058 વધી રૂ.71,194ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.798 વધી રૂ.57,372 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.78 વધી રૂ.6,966ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.922 વધી રૂ.70,796ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.81,499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.85,840 અને નીચામાં રૂ.81,499ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,675 વધી રૂ.83,736ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3,426 વધી રૂ.83,542 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3,438 વધી રૂ.83,563 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,33,017 સોદાઓમાં રૂ.18,173.14 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.795ના ભાવે ખૂલી, રૂ.8.80 વધી રૂ.793.95 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.8.35 વધી રૂ.224.70 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.55 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.8.15 વધી રૂ.265ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.7.80 વધી રૂ.225.05 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.189.10 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.7.75 વધી રૂ.265 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,92,756 સોદાઓમાં રૂ.27,114.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,455ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,468 અને નીચામાં રૂ.6,020ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.243 ઘટી રૂ.6,158 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.244 ઘટી રૂ.6,162 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.185ના ભાવે ખૂલી, રૂ.14.20 ઘટી રૂ.172.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 14.4 ઘટી 172.8 બંધ થયો હતો.

- text

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.52.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,550 અને નીચામાં રૂ.56,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.340 વધી રૂ.57,470ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.60 ઘટી રૂ.967.40 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.40,735.72 કરોડનાં 57,026.100 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.50,824.89 કરોડનાં 5,999.834 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,973.68 કરોડનાં 1,44,40,580 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.18,141.04 કરોડનાં 97,71,63,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,406.96 કરોડનાં 106,811 ટન, સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.367.75 કરોડનાં 19,539 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.11,923.12 કરોડનાં 1,48,235 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,475.31 કરોડનાં 1,31,268 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.19 કરોડનાં 912 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં રૂ.48.24 કરોડનાં 495 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 24,406.384 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,416.546 ટન, તાંબાના વાયદાઓમાં 34,027.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 21,751 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,042 ટન તથા જસત અને જસત-મિનીમાં 15,357 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 13,11,920 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 7,75,13,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,736 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 349.2 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.39.04 કરોડનાં 437 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 98 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,594 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,133 અને નીચામાં 17,552 બોલાઈ, 581 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 358 પોઈન્ટ વધી 17,823 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,32,302.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.60,429.26 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,05,190.46 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,17,491.34 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,43,975.61 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text