ટંકારાની હિરાપર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

- text


ટંકારા : વિદ્યાર્થીઓમાં નાનપણથી જ લોકશાહીના ગુણો વિકસે તે માટે ટંકારા તાલુકાના હિરાપર ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.

બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.’બાળસંસદ’ ની રચના લોકશાહી પદ્ધતિથી EVM મશીન દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી, પાણીમંત્રી, સફાઈમંત્રી તથા રમતગમતમંત્રી વગેરેની પસંદગી કરવામાં આવી હતી. આ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાનાં તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text