મોરબી જિલ્લાના 36 બુથમાં સ્થળ-નામ- સેક્શનમાં ફેરફાર : કોઈ સૂચન હોય તો 30મી સુધી કરી શકાશે

- text


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ, 18 ઓક્ટોબર સુધી ચાલશે કામગીરી 

મોરબી : મોરબી જિલ્લામાં તા.૨૦/૦૮/૨૦૨૪ ના રોજ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આગામી સતત ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ ના ભાગરૂપે હાલમાં સૂચિત મતદાન મથકો પર મતદારયાદી સંબંધિત અને મતદાન સંબંધિત તમામ કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં કુલ-૮૮૯ મતદાન મથકો મંજુર કરવામાં આવેલ હતા. જેમાં સુધારા-વધારા સૂચિત કરવામાં આવેલ છે. ભારતીય ચૂંટણીપંચની સુચનાઓને આધારે કુલ-૩૬ મતદાન મથકોના સ્થળમાં/નામ/સેક્શનમાં ફેરફાર કરવામાં આવેલ છે.

આ કુલ-૮૮૯ મતદાન મથકોની યાદી તેમાં સમાવિષ્ટ ભાગ સાથે તા.૨૦/૦૮/૨૦૨૪ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ સલાહ-સૂચનો હોય તો તા. ૨૧/૦૮/૨૦૨૪થી તા.૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં સંબંધિત કચેરીમાં રજુઆત કરવા આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

- text

વધુમાં, તા. ૨૦/૦૮/૨૦૨૪ થી ૧૮/૧૦/૨૦૨૪ સુધી તમામ બી.એલ.ઓ. દ્વારા હાઉસ ટુ હાઉસ મતદારયાદી અન્વયે ફોર્મ-૬(મતદારયાદીમાં નામ ઉમેરવા માટે) ફોર્મ-૭ (મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે), ફોર્મ- ૮(મતદારયાદી મા સુધારો, સ્થળાંતર વિગેરે માટે) ની કામગીરી કરવામાં આવનાર છે.

- text