મોરબી જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ અને બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ઉભરતી પ્રતિભાઓ ખીલી

- text


વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકો હવે પ્રદેશકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ તેમજ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકો ભાગ લીધો હતો. હવે આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા તમામ સ્પર્ધકો મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ પ્રદેશકક્ષાએ કરશે.

યુવા ઉત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા અ વિભાગમાં ત્રિવેદી વિસ્મય રવીન્દ્રભાઈ, વક્તૃત્વ સ્પર્ધા બ વિભાગમાં ઝીંઝુવાડિયા રાહુલભાઈ બટુકભાઈ,નિબંધ સ્પર્ધા અ વિભાગમાં વારેવડીયા આલોક લાભુભાઈ, નિબંધ સ્પર્ધા બ વિભાગમાં વ્યાસ દર્શક રાજેશભાઈ, પાદપૂર્તિ બ વિભાગમાં જાડેજા સત્યરાજસિંહ વિક્રમસિંહ, કાવ્યલેખન સ્પર્ધમાં રામાનુજ અંજના પ્રદ્યુમ્નભાઈ, દુહા-છંદ-ચોપાઈમાં ગોગરા સાગર મનસુખભાઇ, લોકવાર્તામાં ગોગરા સાગર મનસુખભાઈ, સર્જનાત્મક કારીગરી પંડ્યા રુદ્રી પ્રજ્ઞેશભાઈ, ચિત્રકલા અ વિભાગમાં પરમાર યશ્વી મુકેશભાઈ, ચિત્રકલા બ વિભાગ પરમાર દેવાંશી મુકેશભાઈ, હળવું કંઠ્ય સંગીત અ વિભાગમાં ધીમહિ નીરવકુમાર રાવલ, લોકવાદ્ય સંગીતમાં પનારા હર્ષિલ નવીનભાઈ, ભજનમાં ડાભી વિજય રમેશભાઈ, સમૂહગીત સ્પર્ધમાં સાર્થક વિદ્યામંદિર, એક પાત્રીય અભિનય અ વિભાગમાં ધીમહિ નીરવકુમાર રાવલ, એકપાત્રીય અભિનય બ વિભાગમાં વાઢેર અવની મહેશભાઈ પ્રથમ, લોકનૃત્યમાં સાર્થક વિદ્યામંદિર પ્રથમ, લોકગીતમાં પરમાર દેવાંશી મુકેશભાઈ,હળવું કંઠય સંગીતમાં કડીવાર ધ્રુવી પ્રથમ, લગ્નગીતમાં જોષી વૃષ્ટિ હિરેનભાઈ શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાની બ વિભાગમાં જાદવ જીગ્નેશભાઈ કાનજીભાઈ, તબલા વાદનમાં મચ્છોયા હાર્દિક સુરેશભાઈ, હાર્મોનિયમમાં સત્રોટીયા શત્રુઘ્ન, શાસ્ત્રીય નૃત્ય કથ્થક અ વિભાગમાં માલકિયા અર્પિતા, શાસ્ત્રીય નૃત્ય કથ્થક બ વિભાગમાં પૂજા સુરેશભાઈ કંઝારિયા, શાસ્ત્રીય નૃત્ય ઓડિસીમાં સરવૈયા નમ્રતા જી., શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીમાં દલસાણીયા શ્રદ્ધા પ્રવીણભાઈ અને શીઘ્ર વક્તૃત્વમાં ત્રિવેદી વિસ્મય રવીન્દ્રભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

- text

જયારે સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધા અ વિભાગમાં મેહવિશ ફિરોઝભાઈ, વક્તૃત્વ સ્પર્ધા બ વિભાગમાં ભીંડોરા જયશ્રી ધર્મેશભાઈ, નિબંધલેખન સ્પર્ધા અ વિભાગમાં વાંસદાડિયાં ધ્રુવિન સતિષભાઈ, નિબંધલેખન સ્પર્ધા બ વિભાગમાં પડસુમ્બીયા માનવી સુધીરભાઈ, ચિત્રકલા અ વિભાગમાં વારનેશિયા અંશ આશિષભાઇ, ચિત્રકલા બ વિભાગમાં શેરસીયા બિન્દ્રા જીતેશભાઇ, એકપાત્રીય અભિનય અ વિભાગમાં દેત્રોજા રુહી રાજેશકુમાર, એકપાત્રીય અભિનય બ વિભાગમાં ખાંટ સિયા ગૌતમભાઈ, લગ્નગીત અ વિભાગમાં અઘારા ખુશી ગોપાલભાઈ, લગ્નગીત બ વિભાગમાં ત્રીવેદી હિરવા તુષારભાઈ, લોકવાદ્ય સંગીત અ વિભાગમાં બરાસરા મહેન્દ્ર અશ્વિનભાઈ, લોકવાદ્ય સંગીત બ વિભાગમાં અગોલા નક્ષ ચંદ્રકાન્તભાઈ પ્રથમ, ઝાલા કાર્તિક નરેન્દ્રભાઈ દ્વિતીય, લોરિયા આરવ રીતેશભાઈ તૃતીય, સર્જનાત્મક કારીગીરી અ વિભાગમાં રીબડીયા અંજલિ ભરતભાઈ, સર્જનાત્મક કારીગીરી બ વિભાગમાં ચડાસણીયા નીવા મનોજભાઈ, દુહા-છંદ-ચોપાઈમાં બરાસરા પ્રણવ દીપકભાઈ, લોકવાર્તા સંઘાણી સેલ્વી સુમિતભાઈ, લોકગીતમાં ત્રિવેદી અનેરી આશિશભાઈ, ભજનમાં પરમાર નારણ પ્રેમજીભાઈ, સમૂહગીતમાં નવયુગ વિદ્યાલય પ્રથમ, લોકનૃત્ય વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ આવતા હવે વિજેતા પ્રદેશકક્ષાએ ભાગ લેશે.

- text