મોરબીમાં જુગારના છ દરોડામાં 10 મહિલા સહિત 23 જુગારી પકડાયા

- text


સામાકાંઠા વિસ્તારમાં સૌથી વધુ જુગાર દરોડા, સીટી અને તાલુકા પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી શહેર અને તાલુકામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની ધોંસ સત્તત ચાલુ રહી છે, ગઈકાલે દોઢ ડઝન દરોડા બાદ આજે પણ પોલીસે જુગારીઓને વીણી વીણીને ઝપટે લેતા છ દરોડામાં 10 મહિલા સહીત 23 જુગારીઓને પોલીસ મથકની મુલાકાત લેવી પડી હતી. નોંધનીય છે કે, સૌથી વધુ જુગાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદ એટલે કે સામાકાંઠા વિસ્તારમાં રમાઈ રહ્યો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી કરી પ્રથમ દરોડામાં નવલખી રોડ ઉપર રણછોડનગર શેરી નંબર-માંથી આરોપી મધુબેન રવિભાઇ ડાભી, ભારતીબેન વિજયભાઇ ડાભી, કિરણબેન સંજયભાઇ જંજવાડીયા, મીનાબેન ભવાનભાઇ કોડરીયા, લાભુબેન ગીરધરભાઇ ઘાટીલીયા અને કાજલબેન રાજુભાઇ ઘાટીલીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2090 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા રમેશ કોટન મીલમા દરોડો પાડી આરોપી ઇરફાનભાઇ રહીમભાઇ નારેજા અને સલીમભાઇ મહેબુબભાઇ ગોરીને રોકડા રૂપીયા 1450 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર છેલ્લી શેરી ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રવિભાઇ હિંમતભાઇ કુવરીયા, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા, મંજુબેન વિરજીભાઇ પીપરીયા, બબીબેન જયંતીભાઇ મકવાણા અને રૂપીબેન રમેશભાઇ વરાણીયાને રોકડા રૂપિયા 11,700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જયારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કન્યા છાત્રાલય રોડ પર રામસેતુ એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી અને ઉમેશભાઈ રામજીભાઈ મેરજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 42,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસે ગોર ખીજડીયા ગામે રબારી વાસ વાળી શેરીમા દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી માવજીભાઇ મકનભાઇ કણઝારીયા, સવજીભાઇ છગનભાઇ મોરડીયા, ઠાકરશીભાઇ દેવરાજભાઇ ગોરીયા, સુમારભાઇ જુસબભાઇ સુમરા અને યુનુશભાઇ આમદભાઇ સુમરાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 25,300 કબ્જે કર્યા હતા તેમજ છઠ્ઠા દરોડામાં તાલુકા પોલીસે ઘુંટુ ગામે ગુંદાવાળી શેરીમાં દરોડો પાડી આરોપી નારણભાઇ ઉર્ફે લાલજી દેવજીભાઇ માલકીયા, સાગરભાઇ દેવજીભાઇ માલકીયા અને અરવિંદભાઇ ચુનીલાલ સુરેલાને તીનપત્તી રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text