25 ઓગસ્ટે ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી જિલ્લામાંથી આશરે 250 જેટલા લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ઘોડેસવારી-તલવારબાજી સ્પર્ધા, મેડલ એનાયત, હોર્સ રાઈડિંગ સ્કૂલનું ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાશે

જામનગર : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા શ્રી ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા 33મા ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ નિમિત્તે આગામી તારીખ 25 ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાંથી આશરે 250 જેટલા લોકો ઉપસ્થિત રહેશે.

25 ઓગસ્ટના રોજ ધ્રોલ-રાજકોટથી 50 કિમી દૂર જામનગર બાજુએ આવેલા ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી ઘોડેસવારી અને તલવારબાજી સ્પર્ધા યોજાશે. ત્યારબાદ ભૂચરમોરી સિલ્વર મેડલ ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનારને એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે ભૂચરમોરી હોર્સ રાઈડિંગ સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવશે. ભૂચરમોરી મહાયુદ્ધના ઈતિહાસને દર્શાવતી ડોક્યુમેન્ટરીનું નિદર્શન કરવામાં આવશે. આધુનિક ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે એક્ઝિબિશન હોલ સિવાયના બીજા એક હોલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ હોલનું ભૂમિપૂજન કરાશે. આ સાથે જ કોઈપણ ખેડૂત કે જમીનદાર પોતાની વારસાગત જમીન વેચે નહીં એવો સામૂહિક સંકલ્પ લેવામાં આવશે અને પરિવારમાં કોઈપણ વ્યક્તિ દારુ કે બીજા વ્યસનોથી સંપૂર્ણ દૂર રહે તેવો સામૂહિક સંકલ્પ લેવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ અંગેના કોઈપણ સૂચન માટે નિરુભા ઝાલા- મોરબીનો મો.નં. 9725855777 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

આ સમારંભના અધ્યક્ષ તરીકે દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ અમદાવાદના ચેરમેન રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સાધુ સામજના મહામંત્રી સિદ્ધિપીઠ, ગાઝીયાબાદ (દિલ્હી)ના મહંત નારાયણ ગુરુજી મહારાજ હાજરી આપશે. વિશેષ અતિથિ તરીકે એમઆરએસ ગ્રુપ ઓપ કંપનીઝ, જયપુર (રાજસ્થાન)ના મેઘરાજસિંહ શેખાવત (રોયલ) અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઘર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) હાજરી આપશે.

- text