મોરબીની વાંકડા પ્રાથમિક શાળામાં નંદ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : 21 ઓગસ્ટના રોજ મોરબીના વાંકડા ગામે પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે શાળામાં નંદમહોત્સવ તેમજ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંકડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના તમામ બાળકોએ તેમજ ગામના લોકોએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

શાળાના બાળકોએ ભગવાન કૃષ્ણ બનીને ગામ લોકોને માખણની પ્રસાદી આપી હતી અને મટકી ફોડ કાર્યક્રમની સાથે એક આકર્ષણ રૂપ ખુબ સરસ આયોજન આ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 1 થી 8 ના બાળકો વચ્ચે ગીતાજીના શ્લોક કંઠસ્થ કરીને તેનું સુંદર રીતે પઠન કર્યું હતું અને તેમાંથી સુંદર રજૂઆત કરનાર 3 વિજેતા બાળકોને નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ મટકી ફોડના આનંદની સાથે એક સુંદર ભાગવત વિચાર બાળકોમાં આવે તેવું સુંદર આયોજન શાળા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. આવું આયોજન કરવા બદલ અને આવો દૈવી વિચાર બદલ શાળાના આચાર્ય અર્પિતકુમાર વિડજા તેમજ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવાયા હતા.

- text

 

- text