ટંકારાના ગજડી ગામે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

- text


ટંકારા : 21 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા ટંકારા તાલુકા વિકાસ અધિકારીની સૂચનાથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના મદદનીશ ખેતી નિયામક અનિલભાઈ કોરડીયા તથા ગજડી ગામના ચાપબાઈ મંડળના અગ્રણીઓ, વહીવટદાર કાજલબેન ભોરણીયા, પૂર્વ સરપંચ વિનોદભાઈ, રિટાયર્ડ તલાટી-કમ-મંત્રી એલ.ટી. બાંભવા, શાળાના આચાર્ય મઠિયા સાહેબ તથા ગામના આગેવાનો લાલજીભાઈ જારીયા, દેવાયતભાઈ જારીયા અને ગ્રામજનો ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા અને એક પેડ મા કે નામ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text