મહેન્દ્રનગર પાસે હોટેલમાં ધમધમતો જુગારધામ પકડાયો, 15 લોકોની ધરપકડ

- text


તાલુકા પંચાયતના મહિલા સદસ્યનો પુત્ર નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો, એલસીબીએ રૂ.4 લાખની રોકડ કબ્જે કરી ગુનો નોંધાવ્યો

મોરબી : મોરબી એલસીબીએ મહેન્દ્રનગર પાસે તાલુકા પંચાયતના સદસ્યના પુત્રની હોટેલમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને 15 લોકોને પકડી પાડ્યા છે. આ સાથે રૂ.4 લાખની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પંચાયતના સદસ્યના પુત્ર કિશનભાઈ જયંતીભાઇ સેરશીયા તેમની મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ ઉમા હોટલમાં રૂમ નં.૨૧૫ તથા રૂમ નં.૧૧૨ માં જુગરધામ ચલાવતા હોય તેવી બાતમીને આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ વેળાએ કિશનભાઈ જયંતીભાઇ સેરશીયા, સવજીભાઈ મોહનભાઈ સરડવા, અક્ષયભાઇ રણછોડભાઇ અઘારા, અમ્રુતલાલ ભગવાનજીભાઇ વિરમગામા, ચંદ્રેશભાઈ ભગવાનજીભાઇ લોરીયા, ભાવેશભાઈ ગોવીંદભાઇ પાંચોટીયા, જીતેંદ્રભાઈ કાનજીભાઇ થોરીયા, ભરતભાઈ વિઠ્ઠ લભાઇ સંઘાણી, હસમુખભાઇ દેવજીભાઇ દસાડીયા, શૈલેશકુમાર લાલજીભાઇ ગોઠી, વિશાલભાઈ ડાયાલાલ બાપોદરીયા, જયેશભાઇ પસાભાઇ ભટાસણા, અભયભાઈ બાલાસંકરભાઇ દવે, વિરેંદ્રકુમાર હરજીવનભાઇ વરસડા અને ફેનીલભાઈ કીરીટભાઇ ભુતને પકડી પાડવામાં આવ્યા હતા. એલસીબીએ રોકડ રૂ.4,08,000ની રોકડ પકડી પાડી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text