મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ

- text


મોરબી : મોરબી શહેરમાં ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવી રહી છે. જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે. ત્યારે મોરબીના ધરમપુર રોડ પર વેજીટેબલ સામે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે.

- text

ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે, અવાર નવાર સોસાયટીમાં ગટર ઉભરાઈ રહી છે. આ અંગે અનેક વખત નગરપાલિકામાં અરજી કરવામાં આવી છે તેમ છતાં કોઈપણ પ્રકારનું કામ થયું નથી. આશરે 2 મહિનાથી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ પાણી આસપાસના ઘરમાં પણ ઘુસી જાય છે. ગટરનું પાણી હોવાથી મચ્છર અને જીવાતનો ખૂબ જ ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે બીમારી પણ ફેલાઈ રહી છે. તહેવાર ઉપર આશરે 1 મહિના પહેલા 40 જેટલી મહિલાઓ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. તો આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી રહીશોની માગ છે.

 

- text