કાલે ગુરૂવારે બોળચોથ, શુક્રવારે નાગપંચમી : જાણો જન્માષ્ટમીના તમામ મુહૂર્ત

મોરબી : હાલનો એક મુખ્ય વિષય છે કે ચોથ ક્યારે કરવી ? જેને ગામઠી ભાષામાં આપણે બોરચોથ કહીએ છીએ. પણ શાસ્ત્રોત નિયમ મુજબ બહુલા ચતુર્થી એ તિથિ નું નામ છે. બોળ ચોથ ક્યારે લેવી તો


निर्णय सिंधु द्वितीय परिच्छेद

“सा सायाह्नव्यापिनी ग्राह्या ।दिनद्वये तत्त्वे पूर्वा ग्राह्या गौर्याश्चतुर्थी वटधेनुपूजा दुर्गार्चनं दुर्भरहोलिके च ॥ वत्सस्य पूजा शिवरात्रिरेताः परान्विता घ्नन्ति नृपं सराष्ट्रम् ” इति दिवोदासीयवचनात् ॥ अत्र वत्सपूजायाः पृथगुपादानाद्धेनुपूजाशब्देन बहुलाख्या गृह्यते इति स एव व्याचख्यौ ॥ मदनरत्नेप्येवम् । अत्र गोपूजा यवानाशनं च तत्रैवोक्तम् ॥


આટલું પ્રમાણ આપી અને શાસ્ત્રના નિયમ પ્રમાણે આવતીકાલે એટલે કે 

શ્રાવણ સુદ ૩/૪ ગુરુવાર તા.૨૨/૮/૨૦૨૪ ના રોજ બોળચોથ ( બહૂલા ચતુર્થી) ગ્રાહ્ય કરવાની થાય.

શ્રાવણ સુદ ૪/૫ શુક્રવાર તા. ૨૩/૮/૨૪ નાગપંચમી

શ્રાવણ સુદ ૫/૬ શનિવાર તા. ૨૪/૮/૨૪ ના સવારે માત્ર ૭:૫૨ સુધી જ છે ત્યાર બાદ રાંધણછઠ રહેશે. પરંતુ શાસ્ત્રના નિયમ પ્રમાણે જે તિથિને હળષસ્ઠિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે બલભદ્ર જયંતી પણ ઉજવવામાં આવે છે જે વૃંદાવનમાં દાઉજીના મંદિરે ઉજવવામાં આવેછે.


છઠના દિવસે ચૂલા ઠારવાના સાંજના મુહૂર્તો

સાંજે ૭:૧૧ થી ૮:૩૫ લાભ

રાત્રે ૧૦:૦૦ થી ૧૨:૪૯ શુભ અમૃત

તા.૨૫/૮/૨૪ ના વેલી સવારે ૦૦:૪૯ મી થી ૨:૧૩ મિનિટ સુધી ચલ

શ્રાવણ સુદ ૭ તા.૨૫/૮/૨૦૨૪ ને રવિવાર શીતળા સાતમ

શ્રાવણ સુદ ૮ તા. ૨૬/૮/૨૦૨૪ ને સોમવાર જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણ નો ૫૨૫૧ મો પ્રાગટ્ય ઉત્સવ


પૂ.મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા

(ગોલ્ડમેડાલિસ્ટ કાશી વારાણસી)

જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શક

M.A. સંસ્કૃત

૯૪૨૬૯ ૭૩૮૧૯

ગણનાથ જ્યોતિષ કાર્યાલય

ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5

વસંત પ્લોટ મેઈન રોડ

ચકિયા હનુમાનની બાજુમાં