- text
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા સામાન્ય બની ગઈ છે. ત્યાંરે આ દરમ્યાન આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે મોરબી ટ્રાફિક શાખાના અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કુબેરથી આગળ નવલખી ફાટક પાસે ત્રણથી ચાર સ્કૂલો આવેલી છે. જ્યાં બાજુમાં આવેલી ફાટક બંધ થાય ત્યારે વાહન સામે સામે આવીને ઉભા રાખી દેતા હોવાથી રહીશો તેમજ સ્કૂલે આવતા જતા બાળકો તેમજ વાલીઓને મુશ્કેલી પડે છે. ઘણી વખત એમ્બ્યૂલન્સ પણ ફસાઈ જતી હોય છે જેને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોઇન્ટ બનાવવા માંગણી કરવામાં આવી છે. આ સાથે જ બેરિકેટ ગોઠવી આવક જાવકનો રસ્તો થોડે સુધી અલગ કરવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, દિવ્યેશ મંગુનીયા, રમેશ સદાતિયા, પરિમલ કૈલા તેમજ મનુભાઈ ચાવડા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમજ સાથે લોકોને પણ જાગૃત થવા અપીલ કરી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને હાઇવે ઉપર બાઈક ચાલક લોકોએ હેલમેટ ફરજિયાત પહેરવા તેમજ ટ્રાફિક પોલીસને સહયોગ આપવા વિનંતી કરી છે.
- text
- text