- text
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન મહેતા આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં અમૂલ મધુભાઈ ચૌહાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર યુનિવર્સિટીની બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- text
આ સ્પર્ધાના કોર્ડિનેટર તરીકે ડો. પ્રધ્યાપક એન. જી. કોડીયાતર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી પ્રદીપભાઈ વોરા, મંત્રી રજનીકાંતભાઈ મહેતા તથા સોસાયટીના સર્વે સદસ્યો તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય કે. આર.દંગી તથા સમગ્ર ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ સર્વે તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
- text