મોરબીની સોમનાથ પાર્ક સોસાયટીમાં પાણી પ્રશ્ને રહીશોની કલેકટર સમક્ષ ઉગ્ર રજુઆત

- text


લેખિતમાં આવેદન આપી પાણીની સમસ્યાનું નિવારણ કરવા કરાઈ માંગ

મોરબી : મોરબીમાં પાણીની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને કલેકટરને અવાર નવાર રજુઆત કરવામાં આવે છે. ત્યારે આજે મહેન્દ્રનગર ગ્રામપંચાયતની હદમાં આવતી સોમનાથ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણીની સમસ્યા બાબતે  કલેક્ટર કચેરી ખાતે કલેકટર સમક્ષ ઉગ્ર રજુઆત કરી આવેદન આપવામાં આવ્યું છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, સોમનાથ સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી પાણીની સમસ્યા છે. પાણી આવતું નથી. જેથી લોકોએ ઘરના પૈસા નાખી પાણીના ટેન્કર મંગાવી નાખવા પડે છે. પાણીની લાઈન નાની હોવાથી પાણી આવતું નથી. ત્યારે આ સમસ્યાનું બને એટલું જલ્દી નિવારણ કરવા માંગ કરવામાં આવી છે. આ રજુઆત દરમ્યાન સોસાયટીના રહીશ એક મહિલાએ જણાવ્યું હતું કે, સોમનાથ પાર્ક સોસાયટીમાં છેલ્લા 5 મહિનાથી પાણી આવતું નથી. તેમજ ખારું પાણી આવે છે. સોસાયટીમાં કચરાવાળા પણ આવતા નથી. આખી સોસાયટીમાં ગંદકી છે. તેમજ પાણીની લાઈન નાખવામાં આવી તો આ પણ કાપી ગયા હતા. આ અગાઉ કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિવારણ ન આવતા આજે જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી છે. તમામ વેરા ભરવામાં આવતા હોવા છતાં પાણી ન આવતા સોમનાથ સોસાયટીમાં ટૂંક સમયમાં પાણી પહોંચાડવા માગ કરવામાં આવી છે.

- text

- text