- text
મોરબી : મોરબીની નવયુગ કોલેજમાં સુરેશભાઈ ગામી દ્વારા B. Scના વિદ્યાર્થીઓને CPR અને આકસ્મિક સમયે બચાવ કાર્ય કરતી વખતે કેવી સાવચેતી રાખવી તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેશભાઈ ગામી ફર્સ્ટ એડ માસ્ટર ટ્રેનર, તેમજ ફર્સ્ટ મેડિકલ રિસ્પોન્ડર, શોશ્યલ અને ઈમરજન્સી રીસ્પોન્સ વોલેન્ટિયર તથા CPRનાં નેશનલ ફેસીલીટર છે. તેઓ ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં કન્સલ્ટન્ટ રહી ચુક્યા છે, રેડ ક્રોસના ડીરેક્ટર રહી ચુક્યા છે, ગુજએડ ડીઝાસ્ટર એન્ડ ફર્સ્ટ એડ ફાઉન્ડેશનનાં ચીફ ટ્રેઈનર અને પ્રોગ્રામ સ્પેશિયાલીસ્ટ હતા. તેથી તેમણે તેમના અનુભવ અને માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. આ સેમિનાર પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
- text
- text