- text
મોરબી : મોરબીમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરીના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લા કક્ષા ‘બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૪-૨૦૨૫’ નું આયોજન સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કુલના આશરે ૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ ગીત, સંગીત, નૃત્ય, અભિનય અને ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ, એકપાત્રીય સ્પર્ધામાં પ્રથમ, પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ, લોકગીત સ્પર્ધામાં દ્વિતીય અને સમુહગીત સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી લગભગ બધીજ સ્પર્ધાઓમાં પ્રથમ અને બીજો નંબર મેળવી અનેરી સિધ્ધિ મેળવી છે. જે બદલ શાળાના સંચાલક, પ્રિન્સીપાલ, સંપૂર્ણ શાળા પરિવાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યાં છે. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text