વાંકાનેરના જોધપર નજીક બુટલેગર દેશીદારૂ ફેકીને ભાગ્યો 

- text


પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા બુટલેગર પલાયન, કાર જપ્ત

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક બુટલેગરની કાર અટકાવવા પ્રયાસ કરતા બુટલેગર દેશી દારૂના બાચકા ફેંકી નાસી ગયો હતો. જો કે, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર કાર મૂકી પલાયન થઈ જતા પોલીસે કાર તેમજ દેશી દારૂનો જથ્થો કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક શંકાસ્પદ રીતે નીકળેલી જીજે – 03 – જેસી – 5544 નંબરની કાર અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલકે જોધપર ગામની સ્કૂલ પાસે 250 લીટર દેશી દારૂના બાચકા ફેંકી દઈ કાર ભગાવી મૂકી હતી. બાદમાં પોલીસે પીછો કરતા જોધપર ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના કમ્પાઉન્ડમાં કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે 2.50 લાખની કાર અને દારૂ મળી 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે અજાણ્યા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text