મોરબી અને ધરમપુરમાં જુગાર રમતા આઠ પકડાયા

- text


સીટી બી ડિવિઝન પોલીસ અને મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝૂલતા પુલ પાસે આવેલ મહાપ્રભુજીની બેઠક પાસે, અમરેલી રોડ ઉપર તેમજ મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામે દરોડો પાડી અલગ અલગ ત્રણ દરોડામાં 8 જુગારીઓને જુગાર રમતા પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝૂલતા પુલ, મહાપ્રભુજીની બેઠક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અતુલભાઇ બાબુભાઇ જંજવાડીયા (૨) રાકેશભાઇ લઘુભાઇ મોરવાડીયા (૩) શાંતીલાલ રાઘવજીભાઇ ઉપસરીયા અને (૪) વિજયભાઇ નાગજીભાઇ રાવાને રોકડા રૂપિયા ૬,૦૯૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી (૧) અક્ષય બાબુભાઇ અગેચાણીયા અને (૨) રવિભાઇ સામંતભાઇ અગેચાણીયાને મોરબી અમરેલી રોડ ઉપર ઇંટુના ભઠ્ઠામા જાહેરમા જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૨૩૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી

- text

જ્યારે ત્રીજા દરોડામા મોરબી તાલુકા પોલીસ ટીમે જુના ધરમપુર ગામે કોળીવાસમાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) મુકેશભાઇ જીવાભાઇ ઝઝવાડીયા અને (૨) શૈલેષભાઇ હકાભાઇ રાવાને રોકડા રૂપિયા ૪,૮૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text