હળવદ નજીક બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા અબોલ જીવને બચાવી લેવાયા

- text


ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી 8 પશુઓના જીવ બચાવ્યા

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા નજીક ગૌરક્ષકો અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી બોલેરો ગાડીમાં ભરી કતલખાને લઈ જવામાં આવી રહેલા 8 પાડા અને પાડીના જીવ બચાવી બે આરોપીઓને ઝડપી લઈ 3,24,000નો મુદ્દામાલ કબજે લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગૌરક્ષકોની ટીમને મળેલી બાતમીને આધારે હળવદ પોલીસને સાથે રાખી રાયધ્રા ગામ નજીકથી પસાર થતી જીજે – 36 – એક્સ – 1617 નંબરની બોલેરો કારમાંથી ખીચો ખીચ ભરીને કતલખાને ધકેલાઈ રહેલા 7 પાડા તથા એક પાડી મળી આઠ જીવિત પશુઓને મુક્ત કરાવી બે આરોપીઓને બોલેરો સાથે ઝડપી લીધા હતા.

- text

પશુ પ્રત્યે ક્રૂરતા આચરવાના આ બનાવમાં હળવદ પોલીસે હળવદના ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કરની ફરિયાદને આધારે આરોપી ભરત બચુભાઇ સલાટ રહે.રાતાવીરડા તા.વાંકાનેર, ભરત સેલાભાઈ સલાટ રહે.કવાડિયા તા.હળવદ વાળાને ઝડપી લીધા હતા જ્યારે આરોપી રમેશ ભલજી સલાટ રહે.માથક તાલુકો હળવદ વાળો નાસી જતા ત્રણેય વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ગુન્હો રજીસ્ટર કરી બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 3,24,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- text