મોરબી : જીઆઇડીસી નજીક ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત, સત્વરે સફાઈ કરવા માંગ

- text


મોરબી : ચોમાસા દરમ્યાન શહેરમાં ઠેર-ઠેર ગટર ઉભરાવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે જીઆઇડીસી રોડ શેરી નંબર 3, પનારા માર્બલ વાળી શેરીથી લઈને છાત્રાલય સુધી જે ગટર પહોંચે છે, એ ગટર છેલ્લા ઘણા સમયથી ઉભરાય છે. જે અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

જીઆઇડીસી રોડ શેરી નંબર 3થી લઈને છાત્રાલય લઇ સુધી અનેક રહેવાસીઓ, દુકાનદારો તથા ત્યાંથી અવર-જવર કરનારા લોકો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરથી ત્રસ્ત છે. હાલ ચોમાસામાં આ પાણી વધુને વધુ બહાર આવે છે. જેની નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે નોંધ લઇ સફાઈ કરવી ફરજિયાત છે. કારણ કે ત્યાં પ્રાઇમરિ સ્કૂલ તથા ક્લાસીસ ચાલે છે. જેમાં આશરે 500થી વધારે બાળકો તથા વાલીઓ દરરોજ અવરજવર કરે છે. આ સ્થિતિ બાળકોના સ્વાસ્થ્યને હાની કરતા છે, ત્યારે બાળકો તથા આસપાસના રહેવાસીઓ, દુકાનદારોની હાલાકીને ધ્યાનમાં લઈને તેમજ ચિકનગુનિયા, મલેરિયા તેમજ ચાંદીપુરા વાયરસનાં સમયમાં નગરપાલિકા દ્વારા ત્વરિત પગલાં લેવાય તે ખુબ જરૂરી છે.

- text

- text