હળવદ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરપર્સનનો પતિ પીધેલો પકડાયો

- text


દારૂ ઢીચી બલેનો કાર લઈ નાગણી થઈને નીકળેલા શખ્સે પોલીસ સામે પણ પાવર કર્યો

મોરબી : હળવદ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરપર્સનનો પતિ સતાના મદમાં નશાની હાલતમાં કાર લઈને રોડ ઉપર નીકળ્યા બાદ પોલીસ ઉપર પાવર કરતા પોલીસે કાયદાનું ભાન કરાવી રાજકીય નશો ઉતારી નાખવા 6 લાખની કાર કબજે કરી લાયસન્સ વગર ગાડી ચલાવવા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી હવાલાતની મહેમાનગતિ કરાવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે ઝૂમ બરાબર ઝૂમ નશાની હાલતમાં હળવદ પોલીસ મથકના પશ્ચિમ તરફના ગેટ પાસે સર્પાકારે જીજે – 36 – એએલ – 1033 નંબરની બલેનો ગાડી ચલાવી નીકળેલા આરોપી મહેશ દેવકરણભાઈ કોપેણીયા ઉ.31 રહે.રણછોડગઢ વાળાને પોલીસે રોકતા આ મહાશય તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરપર્સનના પતિદેવ હોય પોલીસ સામે રોફ જમાવી જેમ ફાવે તેમ વર્તન કરતા પોલીસ પણ અસ્સલ ખાખીના મિજાજમાં આવી ગઈ હતી અને સત્તાધારીપક્ષના રાજકીય આગેવાન સામે ઝુકવાને બદલે બંધારણના નિયમો મુજબ આ શખ્સ પાસે લાયસન્સ સહિતના પુરાવા માંગતા લાયસન્સ ન હોય લાયસન્સ વગર કેફી પીણું પી ગાડી ચલાવવા મામલે એમવી એકટ અને પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 6 લાખની કિંમતની બલેનો ગાડી કબ્જે કરી હવાલાત દર્શનનો લ્હાવો આપ્યો હતો.

- text