મોરબીમાં નવા બનતા બિલ્ડીંગ ઉપરથી ઇટ પડતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક નવા બની રહેલા શિવમ હાઇટ્સ નામના બિલ્ડીંગમાં કામ કરતા જયકુમાર રાધેલાલ યાદવ ઉ.39 નામના શ્રમિક ઉપર ગત તા.22ના રોજ બિલ્ડીંગ ઉપરથી ઇટ પડતા ઇજા પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયકુમારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text