હળવદના માથક ગામે વાડીએ ધમધમતી જુગાર કલબમાં રાયધ્રાના સરપંચ ઝડપાયા

- text


એલસીબી ટીમે પાડેલા દરોડામાં 6 જુગારી પકડાયા, એક ફરાર

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે વાડીમાં જુગાર કલબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી છ જુગારીઓને પકડી પાડયા હતા જ્યારે એક જુગારી નાસી ગયો હતો.નોંધનીય છે કે, જુગાર દરોડામાં ઝડપાયેલા એક આરોપી રાયધ્રા ગામના સરપંચ હોવાનું સામે આવ્યું છે. હાલ જુગાર દરોડા અંગે એલસીબી ટીમે હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસબી ટીમને મળેલી બાતમીને આધારે માથક ગામની સગાપાટી તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડતા આરોપી વાડી માલિક જાલાભાઈ જાદુભાઈ સિણોજીયા વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો હોય એલસીબી ટીમે આરોપી (૧) જાલાભાઇ જાદુભાઇ સિણોજીયા રહે.રાયધ્રા (૨) સંદીપ ઉર્ફે હસો રામજીભાઇ સિણોજીયા રહે.રાયધ્રા (૩) ભીમાભાઇ રૂડાભાઇ સડાણીયા રહે.રાયધ્રા (૪) માંડણભાઇ ભોજાભાઇ સિણોજીયા રહે.રાયધ્રા (૫) અજીતભાઇ મેઘજીભાઇ સોઢા, રહે.નવા પીપળીયા અને (૬) રાયધ્રા ગામના સરપંચ ભરતભાઇ વસુભાઇ નંદેસરીયા વાળાને રોકડા રૂપિયા ૩૭,૩૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જો કે આરોપી (૭) દીનેશભાઇ હીરાભાઇ નંદેસરીયા રહે.રાયધ્રા ગામ તા.હળવદ જી.મોરબી વાળો નાસી જતા એલસીબી ટીમે સાતેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text