60 વર્ષથી નીચેના દર્દીના ઘુંટણના ઓપરેશન આયુષ્માન કાર્ડ હેઠળ માત્ર સિવિલમાં જ થશે

- text


મોરબી : આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકાર દ્વારા ફ્રી સારવાર અને ઓપરેશન કરી આપવામાં આવે છે ત્યારે હવેથી 60 કે 60 વર્ષથી નાની વયના લાભાર્થીઓને ઘૂંટણના રિપ્લેસમેન્ટના ઓપરેશનનો લાભ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ મળી શકશે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, હવેથી 60થી નાની વયના દર્દીઓ માત્ર સરકારી હોસ્પિટલમાં જ ઘૂંટણના ઓપરેશન કરાવી શકશે. સરકારી હોસ્પિટલમાં આ સારવાર માટે કોઈ પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. આ નિયમનો અમલ 22 જુલાઈ 2024થી કરવામાં આવ્યો છે.

- text

- text