જિલ્લા કક્ષાની બાળ નાટ્ય, નૃત્ય અને પ્રતિભા શોધ સ્પર્ધામાં 5 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

- text


મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર પ્રેરિત, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની બાળ નાટ્ય, બાળ નૃત્ય અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે 5 ઓગસ્ટ સુધીમાં ફોર્મ ભરી શકાશે.

બાળ નાટ્ય અને બાળ નૃત્ય સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના 6 થી 14 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 15 સ્પર્ધકો ભાગ લઈ શકશે. જ્યારે બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અ વિભાગામં 7 થી 10 વર્ષના અને બ વિભાગમાં 10 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. વિભાગ અ તથા વિભાગ બમાં વક્તૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, નિબંધ, લગ્નગીત, લોક-વાદ્ય, સંગીત ઉપરાંત ખુલ્લા વિભાગમાં લોકવાર્તા, લોકગીત, ભજન, દોહા-છંદ-ચોપાઈ, સમૂહગીત, લોકનૃત્ય એમ અ વિભાગની 7, બ વિભાગની કુલ 7 અને ખુલ્લા વિભાગની 6 એમ કૂલ 20 કૃતિનો સમાવેશ થાય છે. આ તમામ સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 5 ઓગસ્ટ સુધીમાં કચેરીના કામકાજના દિવસો તથા સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રુમ નંબર 236-257, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 ખાતે જમા કરાવવાના રહેશે.

- text

- text