આમરણની સી.એલ.પરીખ હાઈસ્કૂલના શિક્ષક પીએચડી થયા

- text


મોરબી : આમરણની સી.એલ.પરીખ હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ અનકુભા ઝાલાએ આઈ.એલ.ટી. (અંગ્રેજી)માં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી આમરણ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

રવિરાજસિંહ ઝાલાએ બી.એડ. કોલેજના પ્રિન્સિપલ ડો. નિદ્દત પી. બારોટના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘ઓનલાઈન શિક્ષણ પ્રણાલી અંગેના શિક્ષણ પ્રશિક્ષણ કોલેજના તાલીમાર્થીઓના અભિપ્રાયોનો અભ્યાસ’ વિષય પર સંશોધન કાર્ય કર્યું હતું. જેને માન્ય રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે. તેઓની વિશેષ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડી.વી.શેરસિયા, સાથી શિક્ષકો પી.આર. સાબળે, એન.કે.લોખીલ, બી.પી.બાજગ વગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

- text