26 જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 26 જુલાઈ, 2024 છે. આજે કારગિલ વિજય દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ છઠ્ઠ, વાર શુક્ર છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


મહત્વપૂર્ણ ઘટનાઓ

1614 – મુઘલ સમ્રાટ જહાંગીરે મેવાડના રાણાનું પોતાના દરબારમાં સ્વાગત કર્યું.

1745 – ઇંગ્લેન્ડના ગિલ્ડફોર્ડ નજીક પ્રથમ નોંધાયેલ મહિલા ક્રિકેટ મેચ રમાઇ.

1775 – દ્વિતીય મહાદ્વિપીય કોંગ્રેસ દ્વારા યુ.એસ. પોસ્ટલ સિસ્ટમ ની સ્થાપના કરવામાં આવી છે, બેન્જામિન ફ્રેન્કલિન તેના પ્રથમ પોસ્ટમાસ્ટર જનરલ બન્યા.

1788 – ન્યૂયોર્ક રાજ્ય યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપી યુનાઇટેડ સ્ટેટ્સનું ૧૧મું રાજ્ય બન્યું.

1803 – સરે આયર્ન રેલવે, વિશ્વની પ્રથમ જાહેર રેલવે દક્ષિણ લંડન, યુનાઇટેડ કિંગડમમાં ખુલ્લી મૂકાઈ.

1826- લિથુઆનિયાની હિંસામાં ઘણા યહૂદીઓ માર્યા ગયા.

1847 – લાઇબેરિયાએ તેની સ્વતંત્રતાની ઘોષણા કરી.

1892 – દાદાભાઈ નવરોજી બ્રિટનમાં પ્રથમ ભારતીય સંસદ સભ્ય તરીકે ચૂંટાયા.

1897 – એંગ્લો-અફઘાન યુદ્ધ: પશ્તુન ફકીર સૈદુલ્લાહ ભારતના ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંતની મલકંદ એજન્સીમાં બ્રિટિશ ગેરિસનની ઘેરાબંધી શરૂ કરવા ૧૦,૦૦૦થી વધુ સૈનિકો સાથે કૂચ શરૂ કરી.

1944 – પ્રથમ જર્મન ‘વી-૨ રોકેટ’ બ્રિટન પર ઝીંકાયું.

1945 – વિન્સ્ટન ચર્ચિલે ચૂંટણીમાં હાર બાદ બ્રિટનના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું.

1951- નેધરલેન્ડે જર્મની સાથે યુદ્ધ સમાપ્ત કર્યું.

1965 – માલદીવ બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું.

1971 – એપોલો કાર્યક્રમ:’એપોલો ૧૫’ યાનનું પ્રક્ષેપણ કરાયું.

1974 – ફ્રાંસે મુરુરા ટાપુમાં પરમાણુ પરીક્ષણ કર્યું.

1993 – દક્ષિણ કોરિયામાં બોઇંગ પ્લેન ક્રેશ થતાં 66 મુસાફરો માર્યા ગયા હતા.

1994 – કુર્દમાં તુર્કી એરફોર્સ દ્વારા બોમ્બ ધડાકામાં 70 લોકો માર્યા ગયા હતા.

1997 – શ્રીલંકાએ ‘એશિયા કપ’ જીત્યો, ખેમર રૂજના નેતા પોલપોટને આજીવન કારાવાસ.

1998 – પ્રખ્યાત મહિલા ખેલાડી જેકી જયનેર કેર્સીએ રમતમાંથી સન્યાસ લીધો.

1999 – કારગિલ વિજય દિવસ (ભારત-પાક કારગિલ યુદ્ધ), કારગિલ સંઘર્ષનો સત્તાવાર અંત આવ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને સંપૂર્ણપણે ખદેડી મૂક્યાની જાહેરાત કરી.

2000 – ફિજીમાં સેનાએ બળવાખોર નેતા જ્યોર્જ સ્પાઈટની ધરપકડ કરી.

2002 – ઈન્ડોનેશિયાની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ સુહટ્ટોના પુત્રને 15 વર્ષની જેલની સજા ફટકારી છે. પ્રથમ છત્તીસગઢ રાજ્ય શુટિંગ ચેમ્પિયનશિપ શરૂ થઈ.

2004 – ઈરાનના વિદેશ મંત્રી કમલ કરઝાઈએ ભારતીય વડાપ્રધાન સાથે ગેસ પાઈપલાઈનના પ્રસ્તાવ પર વાતચીત કરી. આર્જેન્ટિનાને હરાવીને બ્રાઝિલે કોપા કપ જીત્યો હતો.

2005 – સ્પેસ શટલ પ્રોગ્રામ: એસટીએસ-૧૧૪ મિશન: ડિસ્કવરી અભિયાન, ૨૦૦૩માં કોલંબિયા ડિઝાસ્ટર પછી નાસાનું પ્રથમ અનુસૂચિત ઉડાન મિશન.

2005 – મુંબઇ, ૨૪ કલાકમાં ૩૯.૧૭ ઇંચ (૯૯.૫ સેમી.) વરસાદને કારણે શહેરનો તમામ વ્યવહાર બે દિવસ માટે ઠપ્પ થઇ ગયો.

2006 – લેબનોનમાં ઇઝરાયેલ હુમલામાં સંયુક્ત રાષ્ટ્રના ચાર નિરીક્ષકો માર્યા ગયા.

2007 – પાકિસ્તાને પરમાણુ સંચાલિત ક્રુઝ મિસાઈલ બાબર હતફ-7નું સફળ પરીક્ષણ કર્યું.

2008 – યુરોપીયન વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર બીજા નવા ગ્રહની શોધ કરી.

2008 – ભારતમાં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં ૬૬ લોકો માર્યા ગયા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા.

2016 – હિલેરી ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે પ્રથમ મહિલા ઉમેદવાર બન્યા.

2016 – સૌર આવેગ ૨ (Solar Impulse) પૃથ્વીની પરિક્રમા કરનાર સૌર ઊર્જા સંચાલિત પ્રથમ વિમાન બન્યું.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ 

1856 – જ્યૉર્જ બર્નાડ શો (George Bernard Shaw) આયરિશ નાટ્યકાર, વિવેચક, અને રાજકીય કાર્યકર્તા (અ. ૧૯૫૦)

1865 – રજનીકાંત સેન, (Rajanikanta Sen) ભારતીય કવિ અને સંગીતકાર (અ. ૧૯૧૦)

1874 – છત્રપતિ સાહુ મહારાજ – મહારાષ્ટ્રના પ્રખ્યાત સમાજ સુધારક અને દલિતોના શુભેચ્છક.

1904 – માલતી ચૌધરી – ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી.

1914 – વિદ્યાવતી ‘કોકિલ’ – ભારતની પ્રખ્યાત કવિયત્રી.

1915 – કૃષ્ણ પટ્ટાભી જોઈસ – પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1966 – વાસુદેવ શરણ અગ્રવાલ – ભારતના પ્રખ્યાત વિદ્વાન.

1983 – સત્ય નારાયણ સિંહા – પ્રખ્યાત રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદીય બાબતોના મંત્રી હતા.

1994 – મ. કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

2004 – કુમારી કંચન દિનકરરાવ માળી, ગુજરાતી મૂળના હિન્દી ફિલ્મોના ગાયિકા (જ. ૧૯૫૦)

2013 – ઉબેદ સિદ્દીકી – ભારતીય રાષ્ટ્રીય સંશોધન પ્રોફેસર અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના સ્થાપક-નિર્દેશક હતા.


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)