વાંકાનેર : પાડધરા આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો અટકાવવા સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

- text


વાંકાનેર : સાવચેતીના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી જુદા-જુદા ગામો લુણસર, ખાનપર, જામસર, આણંદપર, વરડુંસર ખાતે ચોમાસાઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના સુપરવાઇઝર આર. એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ તમામ MPHW, CHO તથા આશાબહેનોએ સાથે મળીને પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે. આ ઉપરાંત ઘરે-ઘરે પોરા નાશકની કામગીરી કરી છે. તથા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશનની કામગીરી કરી છે. સાવચેતીના ભાગ રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના તમામ સ્ટાફ દ્વારા પાણીજન્ય રોગચાળો તથા વાહક જન્ય રોગચાળોનો ફેલાય એના માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

- text

- text