મોરબી જિલ્લામા ડૂબી જતાં ત્રણ યુવાનના મોત

- text


ફાયર બ્રિગેડે ત્રણ સ્થળેથી મૃતદેહ બહાર કાઢ્યા

મોરબી : ચોમાસાની ઋતુમાં લોકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુના બનાવો વધ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આજે ગુરુવારે અલગ – અલગ ત્રણ કિસ્સામાં ત્રણ યુવાનોના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણેય મૃતદેહોને ફાયર બ્રિગેડ ટીમે બહાર કાઢયા હતા.

મોરબી ફાયર બ્રિગેડના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે ગુરુવારે મોરબી ફાયર ટીમે અલગ અલગ ત્રણ કિસ્સામાં પાણીમાં ડૂબી ગયેલ લોકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા જેમાં પ્રથમ કિસ્સામાં મચ્છુ-2 ડેમ જોધપર નદી નજીકથી ચંદુભાઈ નરસીભાઈ અગેચણીયા, ઉ.40 રહે. કબીર ટેકરી મોરબી વાળાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

જ્યારે બીજા કિસ્સામાં રફાળીયા નજીક મિલેનિયમ પેપર મીલની બાજુમાં કેનાલમાથી આકાશ ચંદ્રપાલ વર્મા, ઉ.25 રહે. દેવગાવ, જિલ્લા સુમિરપુર, ઉત્તરપ્રદેશ વાળા તેમજ ત્રીજા કિસ્સામાં માળીયા મિયાણા તાલુકાના કુંતાસી ગામ નજીક ચેકડેમમાંથી રામજીભાઈ રામાભાઇ પરમાર, ઉ.38 નામના યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી ફાયરની ત્રણ અલગ અલગ ટીમોએ કામગીરી કરી હતી.

- text

- text