કેન્દ્રના બજેટને નિરાશાજનક ગણાવતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

- text


કેન્દ્રીય બજેટમાં મોરબી જિલ્લાને અન્યાય

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024 માટે જાહેર કરવામાં આવેલ સામાન્ય બજેટને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ નિરાશા વ્યક્ત કરવામાં આવી છે. અને મોરબી જિલ્લાને અન્યાય થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

કિશોરભાઈ ચીખલિયાએ કહ્યું છે કે, વિશ્વમાં નામના ધરાવતા મોરબીના સીરામીક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ જેવા નાના – મોટા ઔદ્યોગિક એકમો સરકારને કોથળા ભરીને ટેક્સ ભરે છે. તેમ છતાં આ બજેટમાં મોરબીna ઉદ્યોગોને રાહતના નામે કોઈ લાભ મળ્યો નથી. દેશ તથા વિદેશમાં મોરબી ઔદ્યોગિક એકમો દ્વારા માલ- સામાનની પુષ્કળ પ્રમાણમાં સપ્લાય કરવામાં આવે છે. તેમ છતાં આવા મહત્વના ઉધોગો માટે બજેટમાં લાભની કોઈ જોગવાઈ કરાઈ નથી. જે મોરબીના ઉદ્યોગપતિઓને અન્યાય સમાન છે. મોદીના ગુજરાતની વાતો કરતા વડાપ્રધાન પોતાના સ્વરાજ ગુજરાત માટે કોઈ પણ પ્રકારની રાહત આપી નથી.

- text

કેન્દ્ર સરકાર પાસે ગુજરાત રાજ્યના વિકાસ માટે કોઈ નક્કર આયોજન કે ટેક્સ માફી સુધીની રાહત નથી. આ બજેટ માત્ર ગઠબંધનની સરકારને ટકાવી રાખવા માટે છે. આ બજેટમાં કોંગ્રેસ લોકસભાના ચૂંટણી ઢંઢેરાની કોપી કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. ગરીબ, મધ્યમ તથા સામાન્ય પ્રજાને કોઈ લાભ આપ્યો નથી. ખેડૂતો, મહિલાઓ અને પ્રજાના વિકાસને અવરોધક નીવડે તેવું બજેટ આપી કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યનું હળહળતું અપમાન કર્યું છે તેમ ચીખલીયાએ કહ્યું હતું.

- text