મોરબીના લોકોના પ્રશ્નોનો ફટાફટ નિકાલ કરો : વહીવટદારનો આદેશ

- text


હવેથી દર બુધવારે વહીવટદાર અધિક કલેકટર પાલિકામાં બેસશે

મોરબી : સુપરસીડ થયેલ મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક થઇ ન હોય કર્મચારીઓને છૂટો દૌર મળ્યો છે તેવામાં પ્રજાના પ્રશ્નોનો નિકાલ થતો ન હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે બુધવારે મોરબી નિવાસી અધિક કલેકટર અને વહીવટદાર અચાનક જ સાડાદસના ટકોરે પાલિકામાં સરપ્રાઈઝ વિઝિટમાં આવી પહોંચતા અનેક લેટ લતીફ ગુટલીબાજ કર્મચારીઓની ગેરહાજરીની ગંભીર નોંધ લઇ તમામ વિભાગોની મુલાકાત લઇ પ્રજાના પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવા આદેશ કર્યો હતો.

મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ઊભરાવવાની સાથે સફાઈ વ્યવસ્થા ખાડે ગઈ છે સાથે જ રસ્તે રઝળતા ઢોર સહિતની અનેક સમસ્યાઓથી પ્રજાજનો ટ્રસ્ટ બન્યા છે ત્યારે બીજી તરફ નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી પાલિકાનો વહીવટ રગશિયા ગાડાની મારફત ચાલતા પ્રજા ત્રાહીમામ પોકારી જતા જિલ્લા કલેકટરના આદેશ બાદ મોરબી પાલિકાના વહીવટદાર દર બુધવારે પાલિકામાં મુકામ કરશે તેવી જાહેરાત થવા છતાં આજે બુધવારે પાલિકાનો સ્ટાફ સમયસર આવ્યો ન હતો. બીજી તરફ નિર્ધારિત સમય મુજબ વહીવટદાર અધિક કલેકટર એસ.જે.ખાચર બરાબર 10.30ના ટકોરે પાલિકામાં પહોંચી જતા પાલિકાના ગુટલીબાજોની પોળ છતી થઇ ગઈ હતી. પાલિકાની

વધુમાં વહીવટદાર એસ.જે.ખાચર પાલિકામાં આવતા વેત જ કોઈને જાણ કાર્ય વગર તમામ વિભાગોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું અને કોણ કેવી કામગીરી કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અનેક કર્મચારીઓ પાલિકામાં હાજર જોવા નહોતા મળ્યા અને ઘણા રજૂઆતકર્તાઓ ભૂગર્ભ, સફાઈ, લાઈટ સહિતની રજૂઆત લઈને આવ્યા હોય વહીવટદારે તમામ વિભાગના કર્મચારીઓને બોલાવીને લોકોનો પ્રશ્નો સાંભળ્યા બાદ સમય મયાર્દામાં લોકપ્રશ્નોનો નિકાલ કરવા જણાવ્યું હતું.સાથે જ પાલિકામાં સમયસર હાજર રહેવા પણ કર્મચારીઓને તાકીદ કરી જે કર્મચારીઓ મોડા આવ્યા હતા તેમને ઠપકો આપ્યો આપી હવે થી તમામ કર્મચારીઓએ સમયસર પાલિકામાં હાજર રહેતા તાકીદ કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સૌથી વધુ ભૂગર્ભ અને લાઈટના ના પ્રશ્નો છે ત્યારે ભૂગર્ભમાં લોકો 5-5 રજૂઆત કરે છે છતાં તેનો નિકાલ થતો નથી આ અંગે વહીવટદારે દરરોજની ક્યાં વિભાગની કેટલી રજૂઆત આવી અને કેટલો નિકાલ કરવામાં આવ્યો તેનો દરરોજ સાંજે રિપોર્ટ કરવા જણાવ્યું હતું અને લોકોને પણ જણાવ્યું હતું કે હવે દર બુધવારે વહીવટદાર અને દર મંગળવાર, શુક્રવાર અને શનિવારે ચીફ ઓફિસર પાલિકામાં આવશે તો પોતાનો કોઈ પ્રશ્નો હોય તો તે રજુ કરવા અનુરોધ કર્યો હતો.

- text