હળવદમાં કારગીલ વિજય દિનની પૂર્વ સંધ્યાએ ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી નીકળી

- text


હળવદ : ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999માં જમ્મુ કાશ્મીરના કારગીલ ક્ષેત્રમાં યુદ્ધ ખેલાયું હતું.જેમાં ભારતીય સૈન્ય એ વિજય મેળવી તિરંગો લહેરાવ્યો હતો.જે દિવસને કારગિલ વિજય દિન તરીકે મનાવવામાં આવે છે.ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે હળવદ યુવા ભાજપ દ્વારા વીર શહીદોને વિરાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ ચોકથી મસાલ રેલી પ્રારંભ થઈને હળવદની મુખ્ય બજારમાં થઈ સરા નાકા ખાતે સમાપન થઈ હતી.સહેરની મુખ્ય બજારમાં વીર શહીદો અમર રહો,ભારત માતાકી જય,વંદે માતરમના યુવા ભાજપના કાર્યકરો દ્વારા નારા લગાવ્યા હતા.આ તકે મહંત દીપકદાસજી મહારાજ,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના પ્રદેશ પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર,હળવદ ભાજપના મહામંત્રી નરેન્દ્ર સિંહ રાણા,રમેશભાઈ ભગત,ડો.અનિલભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, રવિભાઈ પટેલ,ગીરીશભાઈ પરમાર,જતીનભાઈ રાવલ સહિત બહોરિ સંખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઇ રબારી,તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરીયા, કુલદીપસિંહ રાઠોડ,શિવમભાઈ દવે, મહેશભાઈ તારબુંદીયા, રાજુભાઈ સુરેલા, રસિકભાઈ ચાવડા, તીર્થભાઈ ઠક્કર સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text