હળવદના નવા અમરાપરમાં વીજ ટાવર નાખવા ખેડૂતોની પરવાનગી વગર પાક સાફ કરી નખાયો

- text


પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને ખેતરે જવા ઉપર પાબંધી લગાવી દેવાય : ખેડૂતોની ધગધગતા આક્ષેપો સાથે પીઆઇ સમક્ષ અરજી

હળવદ : હળવદના નવા અમરાપરમાં ખેડૂતોની પરવાનગી વગર જ વીજ ટાવર નાખવા પાક સાફ કરી નાખવામાં આવ્યો છે. ઉપરાંત ખેડૂતોને પોતાના ખેતરમાં પણ જવા દેવામાં ન આવતા હોવાના ધગધગતા આક્ષેપ સાથે પીઆઈને અરજી કરવામાં આવી છે.

ખેડૂતોએ હળવદ પીઆઈને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે આજરોજ તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ અમારા નવા અમરાપર ગામની સીમતળ હેઠળ આવેલ સર્વે નં.૪૯/પૈકી ૧ જે ખેડૂત ખાતા નં.૧૭૩ ઘનશ્યામભાઈ શામજીભાઈના નામે આવેલ છે. જે જમીન પર પાવર ગ્રીડ કંપનીના લોકેશન નં.૩૩-૦માં ફાઉન્ડેશન કામ (ખોદકામ) પરવાનગી તેમજ પંચરોજ કામ કર્યા વિના કરેલ છે. જે જમીનમાં હાલ કપાસનું વાવેતર કરેલ હોય જે ઉભા પાકમાં મોટા પાયે નુકશાની કરીને પોલીસ તંત્રનો દુર ઉપયોગ કરી ખોટી રીતે કંપનીવાળાઓએ દાદાગીરી કરીને માલિકીની જમીનમાં ખેડૂતોને પ્રવેશવા દીધેલ નથી.

- text

વધુમાં ટેલીગ્રાફ એક્ટની કલમ નં.૬૮ની પેટા કલમ નં.૫,૬ મુજબ મામલતદારના પંચરોજ કામ કર્યા વિના ખોદકામ ચાલુ કરીને કાયદાનો ભંગ કરેલ છે. તો આ બાબતે પાવર ગ્રીડ કંપનીના જવાબદાર તમામ અધિકારી ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે

- text