25 જુલાઈનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 25 જુલાઈ, 2024 છે. આજે વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ એટલ કે વિશ્વ આઇવીએફ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ પાંચમ, વાર ગુરુ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.


 

મહત્વપૂર્ણ ઘટનાઓ

1547 – ફ્રાન્સના હેનરી દ્રિતીયને તાજ પહેરાવવામાં આવ્યો.
1783 – અમેરિકામાં ક્રાંતિકારી યુદ્ધ: યુદ્ધની છેલ્લી લડાઇ, પ્રારંભિક શાંતિ સમાધાન સાથે સમાપ્ત થાય છે.
1813 – ભારતમાં પ્રથમ વખત કોલકાતામાં બોટ રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

1908 – આજિનોમોટોની સ્થાપના કરવામાં આવી. ટોક્યો ઇમ્પિરિયલ યુનિવર્સિટીના કિકુને ઇકેડાએ કોમ્બુ સૂપ સ્ટોકના મુખ્ય ઘટક મોનોસોડિયમ ગ્લુટામેટ (એમએસજી)ના ઉત્પાદન માટેની પ્રક્રિયાના પેટન્ટ અધિકારો મેળવ્યા.
1920 – દૂરસંદેશાવ્યવહાર: પ્રથમ વખત, એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારિત કરાયો.
1973 – સોવિયેત ‘માર્સ ૫’ અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું.
1978 – ઓલ્ડહામ (યુકે)માં ‘લુઇસ બ્રાઉન’ (Louise Brown), વિશ્વના પ્રથમ ‘ટેસ્ટ ટ્યુબ બાળક’નો જન્મ થયો.
૧૯૮૪ – ‘સેલ્યુત ૭’ની અવકાશ યાત્રી ‘સ્વેત્લાના સ્વિત્સકાયા’ (Svetlana Savitskaya), અવકાશમાં ચાલનાર (Space walk) પ્રથમ મહિલા બની.
1994 – જોર્ડનના શાહ હુસૈન અને ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રોબિને વોશિંગ્ટનમાં ઐતિહાસિક ઘોષણા પર હસ્તાક્ષર કર્યા, ચંદ્ર પર માનવ પદાર્પણની રજત જયંતિ.
1997 – કે.આર.નારાયણન, ભારતના દસમા રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.

- text

2001 – રૂઢિચુસ્ત મુસ્લિમ નેતા હમઝાહ હજ ઇન્ડોનેશિયાના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા.
2004 – પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનના ત્રણ સહયોગીઓને મુક્ત કરવામાં આવ્યા.
2007 – પ્રતિભા પાટીલે ભારતના 12મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
2008 – ઉત્તરપૂર્વ ઇરાકમાં મહિલા આત્મઘાતી બોમ્બરના વિસ્ફોટમાં એક નાગરિક સહિત આઠ લોકો માર્યા ગયા.
2010 – વિકિલિક્સ અફઘાનિસ્તાન યુદ્ધ વિશેના વર્ગીકૃત દસ્તાવેજો પ્રકાશિત કર્યા.
2017 – ગુજરાતમાં પૂરમાં 70 થી વધુ લોકોના મોત.
2022 – દ્રૌપદી મુર્મૂ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ પદ પર આવનાર તેઓ અનુસૂચિત જનજાતિ સમુદાયના પ્રથમ વ્યક્તિ છે.


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1875 – જીમ કોર્બેટ, ભારતીય શિકારી, પર્યાવરણવાદી અને લેખક (અ. ૧૯૫૫)
1894 – પરશુરામ ચતુર્વેદી – વિદ્વાન સંશોધક વિવેચક

1920 – ગોવિંદ નારાયણ સિંહ – મધ્ય પ્રદેશના પાંચમા મુખ્યમંત્રી
1922 – શ્યામચરણ દુબે – ભારતીય સમાજશાસ્ત્રી અને લેખક હતા.
1929 – સોમનાથ ચેટર્જી – એક પ્રખ્યાત રાજકારણી અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા, ભારતનાં સામ્યવાદી નેતા, લોકસભાના ૧૪મા અધ્યક્ષ (અ. ૨૦૧૮)
1966 – હરસિમરત કૌર બાદલ – પંજાબના મહિલા રાજકારણી


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1880 – ગણેશ વાસુદેવ જોશી – જાહેર કાર્યકર્તા.
1944 – શ્રીદેવ સુમન, ટીહરી રાજ્યની રાજાશાહી સામે બળવો કરનાર ભારતના સ્વતંત્રતા સેનાની (જ. ૧૯૧૬)
1956 – ગોદાવરીશ મિશ્રા – ઓરિસ્સાના પ્રખ્યાત સમાજ સુધારક, લેખક અને જાહેર કાર્યકર.
1981 – મનમોહન સૂરી – ભારતીય મિકેનિકલ એન્જિનિયર અને સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુરના ડિરેક્ટર.
2012 – બી.આર. ઈશારા – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text